આવ્યા જે-જે આ જગમાં, એક દિન જગ છોડીને જવાના રે
સરતા વાદળની જેમ, એ તો એક દિન વિખરાવાના રે - એક...
વહેતા વાયુની જેમ, સદા એ તો જગમાંથી વહી જવાના રે - એક...
જળના પરપોટાની જેમ, આવી ઉપર, એ તો ફૂટવાના રે - એક...
સાગરની છોળો ઊછળે ઘણી, પાછી સાગરમાં વિલીન થવાની રે - એક...
સૂર્યકિરણો નીકળી જેમ, ધરતી પર પહોંચી, વિલીન એ થવાના રે - એક...
વહેતી સરિતાના જળની જેમ, સાગરમાં જઈ ભળી જવાના રે - એક...
ઊઠી વિચારોના તરંગો જેમ, અવકાશે પાછા લુપ્ત થવાના રે - એક...
ધરતી પર ઊડતી રજની જેમ, ધરતી પર પાછા પથરાઈ જવાના રે - એક...
નીકળી પરમાત્મામાંથી, ફરી પાછા પરમાત્મામાં સમાવાના રે - એક...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)