છે આભારના ભાર તારા રે માડી, એવા રે કેવા
નથી મળતાં, શબ્દો રે પૂરા, એને તો કહેવા
રહ્યા છે હર શ્વાસે મારા, એ તો વધતા ને વધતા
વીતતી નથી કોઈ પળ એવી, તારા આભારના ભાર વિના
નથી લાયકાત કોઈ મુજમાં, જગ માની રહ્યું છે લાયક મુજને
તારા આ ખેલના ભાર તો, મુજ પર સદા ચડતા રહ્યા
વધતા વધતા જાશે એટલો વધી, જોજે જાઉં ના નીચે દબાઈ
છે આધાર તો તું એક જ મારો, જરા માડી મનમાં આ વિચારો
સુખે સમરું તને, વિસરું ના કદી, એટલું તો રાખજે
મૂંઝાઉં ભલે તોય, સદા મસ્તકે હાથ તારો મૂકજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)