કરી ના શકે ભલું ભલે તું કોઈનું, બૂરું તો ના કરજે
ના દઈ શકે જો તું કોઈને, કોઈનું તો ના ખૂંચવી લેજે
ના દઈ શકે જો પ્યાર તું કોઈને, વેર તો કોઈને ના દેજે
દઈ ના શકે જો માન તું કોઈને, અપમાન તો ના કોઈનું કરજે
સુખી ના કરી શકે જો તું કોઈને, દુઃખી તો ના કોઈને કરજે
કરી ના શકે જો ઊભો તું કોઈને, ના કોઈને તો તું પાડજે
સ્મિતથી ના આવકારી શકે જો તું કોઈને, તિરસ્કારથી ના આવકારજે
ના દઈ શકે સાથ જો તું કોઈને, દુશ્મન ના કોઈનો તું બનજે
કરી ના શકે ભેગું જો પુણ્ય તું, પાપ તો ભેગું ના કરજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)