વીતે ના વીતે બાળપણ, આવશે તો જવાનીની સવારી
વીતે ના વીતે જવાની, આવશે તો ઘડપણની સવારી
એક સવારી જાતા જાતા, આવશે ત્યાં તો બીજી સવારી
વીતે ના વીતે ઘડપણ, આવશે ત્યાં તો મોતની સવારી
જાશે ના જાશે એક વિચારની સવારી, આવશે બીજા વિચારની સવારી
ભોગવ્યું ના ભોગવ્યું એક કર્મ, આવશે ત્યાં બીજા કર્મની સવારી
વીતે ના વીતે એક દિન, આવશે બીજા દિનની તો સવારી
જાશે ના જાશે માનવ જગમાંથી, આવશે ત્યાં બીજાની સવારી
કહો ના કહો એક શબ્દ જ્યાં, આવશે ત્યાં બીજા શબ્દની સવારી
જાશે ના જાશે જ્યાં એક મોજું, આવશે ત્યાં બીજા મોજાની સવારી
ના પહોંચશું ‘મા’ ને ધામ, રહેશે ચાલુ ને ચાલુ, આ તો સવારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)