મા, કહેતાં, મમતાના દર્શન થાય
તા, કહેતાં, એ તારણહાર બની જાય
એવી મારી સિધ્ધમા, પ્રેમે પ્રગટી, પાવન કરતી જાય
યા, કહેતાં, એ યાદ કરતી જાય
દ, કહેતાં, એ દયા વરસાવી જાય - એવી મારી...
ક, કહેતાં, એ તો કષ્ટ હરે સદાય
રે, કહેતાં, રહેમ દિલ રહે એ સદાય - એવી મારી...
સ, કહેતાં સહાય કરે સહુને સદાય
હું, કહેતાં, હું પદથી દૂર રહે સદાય
ને, કહેતાં, નેત્રમાં વહે એના પ્યાર સદાય - એવી મારી...
સ, કહેતાં સરખા છે બાળ સહુ સદાય
દા, કહેતાં, દાન કૃપાના એ દેતી જાય
ય, કહેતાં, યશ છે એને હાથ સદાય - એવી મારી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)