છીએ રે, અમે રે માડી, મુક્તિપંથના તો મરજીવા જી રે
સંસાર સાગરે, ડૂબકી મારી, મેળવશું મુક્તિના મોતી જી રે
ખપે ના કાંઈ, અમને રે બીજું, ગોતવા મુક્તિના મોતી જી રે
ઊતરશું ઊંડા અમે તો, ગોતશું શાંતિના છીપલાં જી રે
મુક્તિના મોતી વિના, ના બીજું અમને લોભાવશે જી રે
કરી તૈયારી ઉતર્યા ઊંડે, મોતી વિના ના ઝંખશું જી રે
ઊંડે અંધારે ના ડરશું, છે હૈયે તો મોતીની આશ જી રે
ભર્યો છે પ્રકાશ શ્રદ્ધાનો હૈયે, ના બુઝાવા એને દેશું જી રે
સમય ભૂલ્યા, જનમ ભૂલ્યા, ના મુક્તિ વિના કાંઈ યાદ જી રે
મુક્તિના મોતી, મેળવ્યા વિના ના અમે અટકશું જી રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)