જગ સારાને રહી છે રે નીરખી, માડી આંખડી તારી
દઈ દેજે રે સ્થાન થોડું એમાં તો, મને રે માડી
જગની ધડકને-ધડકને, રહ્યું છે હૈયું તારું તો ધડકી
ધડકવા દેજે, એમાં તો એક ધડકન તો મારી
રહ્યા છે વહેતાં કિરણો, પ્રેમના તો આંખથી તારી
ઝીલવા દેજે એક કિરણ, એમાંથી મને તો માડી
રહ્યા છે વરસતા કૃપાના બિંદુ, તારા રે માડી
ઝીલવા દેજે એક બિંદુ એમાંથી, મને રે માડી
નાદ તારા તો રહ્યા છે, વહેતા જગમાં સદાયે માડી
કાનમાં મારા પડવા દેજે, એક નાદ તારો રે માડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)