છે બે દિનનો મહેમાન તો તું આ જગમાં રે
નથી કાયમ કાંઈ તું રહેવાનો (2)
દઈ શકે તો તું દઈ જાજે જગને, નથી સાથે કંઈ તું લઈ જઈ શકવાનો
છે માલિક તો એક જ આ સકળ જગનો
ના નજર બહાર એની, તું ક્યાંય રહી શકવાનો - દઈ શકે...
છોડી ગયા અન્ય જે, રહ્યો છે પામી આજે એને તું
જાજે બદલામાં છોડી તું, વિચાર અન્યોના તો કરીને તું - દઈ શકે...
કદી રહીશ તું અહીં, કદી ક્યાં, ના એ તો તું જાણવાનો
છે વાસ જગમાં જ્યાં તારો, કરજે વાસ તારો સુધારવાનો - દઈ શકે...
વહેલું મોડું તો આ જગ, એક દિવસ તું છોડવાનો
ના બાંધ મમતા તું જગની, નહિતર તો તું રડવાનો - દઈ શકે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)