થાવા મુક્ત જગમાં રે મનવા, એક એકથી તું મુક્ત થા
ના કામ લાગશે કોઈ બંધન ભી, બંધન બધા છોડતો જા
થાજે મુક્ત તું લોભથી, મુક્ત તો તું લાલચથી થા
મુક્ત થાવા માગશે ધીરજ, ધીરજથી તો તૂટતો ના
વાસનાના વળ દેજે છોડી, ચિત્તને સ્થિર કરતો જા
મોહ સર્વથા સહુનો ત્યાગી, માયાથી તો મુક્ત થા
મુક્ત થાવા, માગશે વિશ્વાસ, વિશ્વાસે તો તૂટતો ના
યત્નોમાં સદા જાજે તું તો લાગી, તપ એને સમજી જા
મુસીબતોનો કરી સામનો, મુસીબતે તું મજબૂત થા
યત્નોમાંથી ના હટી, હિંમતે તું હટતો ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)