છે તારી પાસે તો માડી, અનેક હીરામોતીના હાર
એક ફૂલ તો મારું, તારા ચરણોમાં રહેવા દેજે
નથી ધરવા તને રે માડી, મારી પાસે બીજું કાંઈ - એક ફૂલ...
છે તો તારી પાસે રે માડી, આભુષણોનો ભંડાર - એક ફૂલ...
ભલે પહેરે રે તું તો ગળે, હેમ તણા રે હાર - એક ફૂલ...
ભર્યો છે માડી મેં તો, ફૂલમાં હૈયાનો પ્યાર - એક ફૂલ...
ભલે પહેરે તું કાને કુંડલ, નાકે નથડી તણો શણગાર - એક ફૂલ...
ભલે શોભે માથે તારા રત્નજાડિત મુગટતણો ભાર - એક ફૂલ...
કેડે તો શોભે છે માડી, હેમ તણો કંદોરો અપાર - એક ફૂલ...
રણકે છે પાયે રે તારા, રૂપાતણી ઝાંઝરીનો રણકાર - એક ફૂલ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)