કરતા ગુણગાન તારા રે માડી, ભલે ગળું સુકાય
વિયોગે વહાવીશ આંસુ એટલાં, ભલે આંસુ ખૂટી જાય
જોતાં વાટડી તારી રે માડી, તેજ ભલે આંખના હણાય
કરીશ ભક્તિ એટલી, ભલે જીવન એમાં વીતી જાય
શાશ્વત તો તું છે રે માડી, શાશ્વત તું તો ગણાય
ગુણગાન તારા અહર્નિશ ગાતાં માડી, થાકી ના જવાય
ભરી છે શક્તિ તારા ગુણમાં એવી, ગુણમય બની જવાય
તારા ગુણે ગુણે રે માડી, તારું સાંનિધ્ય તો સધાય
ગુણે ગુણે રે માડી, તારી પાસે તો પહોંચાય
ના પહોંચાડે જે ગુણો તારી પાસે, એ ગુણો તારા ન કહેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)