સમયે જે જાગે નહિ, આળસે સૂઈ જાય
મોકા એના હાથથી, નિત્ય નિકળી જાય
રાહ ન જોવે મોકો કોઈની, ક્યારે આવે ક્યારે જાય
ક્યારે આવે, કેવા જીવનમાં, ના એ તો કહેવાય
બેધ્યાન બની રહેશે જગમાં, નિત્ય એ ચૂકી જાય
ફરી પાછો મોકો મળતાં, સમય ઘણો વીતી જાય
આળસે ઘેરાઈ રહી, મોકા તો છૂટતા જાય
ખંખેરશે આળસ જ્યાં, પાછા એ તો રહી જાય
જાગે નહિ આળશે જે, દોષ અન્યના કાઢે સદાય
દોષ ખુદનો દેખાયે નહિ, દોષમાં સમય વીતી જાય
છે કહાની આ મારી, અન્યની પણ એમાં સમાય
મક્કમ નિર્ધાર વિના, બહાર એમાંથી ના નીકળાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)