માગ્યું જીવનમાં જો મળે, તોય માગવું ના અટકી જાય
ભૂલતાં ભૂલતાં, ભુલાયે ઘણું, તોય ફરી કદી યાદ આવી જાય
પડતાં પડતાં આદત પડે, છોડતા નાકે દમ આવી જાય
વહેણમાં સહુ તરે, સામે વહેણે તરવું મુશ્કેલ બની જાય
આંખે હોયે આંધળા, દિનરાતમાં ફરક તો ના દેખાય
જગમાં તેથી કાંઈ દિનરાત થાતા ના અટકી જાય
જીભનો સ્વાદ મરતાં, નમકનો સ્વાદ નહીં વરતાય
એથી કાંઈ નમક તો ગળ્યું નહીં બની જાય
પ્રભુની હસ્તી માનશો ના માનશો, ફરક પ્રભુમાં ના પડી જાય
કર્મો કેરી લાકડીએ, તેથી હાંકતા ના એ અટકી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)