રાખ ના ભરોસો તું તકદીરનો રે, આજ હસાવે, કાલ રડાવે
કર ના ભરોસો તું જગનો રે, આજ માન દેશે, કાલ અપમાન કરશે
રાખ ના ભરોસો તું ભાવનો રે, આજ જાગે, કાલ એ શમી જાયે
કર ના ભરોસો તું સંજોગોનો રે, આજ મળે, કાલે ના મળશે
રાખ ના ભરોસો તું પ્રાણનો રે, આજ છે, કાલ એ છૂટી જાશે
કર ના ભરોસો તું મોતનો રે, કાલ આવશે કે આજે આવે
રાખ ના ભરોસો તું કાળનો રે, કાલ ઝડપશે કે આજે ઝડપે
કર ના ભરોસો તું શ્વાસનો રે, કાલ છૂટશે કે આજે છૂટે
રાખ ના ભરોસો તું તોફાનનો રે, જાગે ક્યારે, ક્યારે શમી જાયે
કર ભરોસો તું પ્રભુનો રે, આજે છે સાથે, કાલ ભી રહેશે સાથે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)