થાયે જૂનું ને નકામું, જગતમાં ભંગારમાં એ તો ફેંકાય છે
થાશે હાલત, એક દિન, તારા તનની, આ સત્ય નહિ બદલાય રે
જૂના થયા તન, છૂટયા બધા, નવા નવા સ્વરૂપે આવશે રે
માડી તું તો છે અનાદિ, નિત્ય નવી તું તો દેખાય રે
કનક ભલે થાયે રે જૂનું, ના કદી એ તો ફેંકાય રે
થાજે તું કનક જેવો, યાદમાં સદા તું રહી જાયે રે
અમૃત ભલે થાયે રે જૂનું, ના કદી એ તો ફેંકાય રે
અમૃત જેવો રહેજે સદાયે, નવજીવન સહુને આપજે રે
નાશવંત સદા, જૂનું થાતા, નાશ એનો થાયે રે
શાશ્વત તારી સદા છે આ લીલા, યુગોથી ચલાવે રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)