ભક્તિભર્યા તું કર્મો કરજે, ભાવભરી તું ભક્તિ કરજે
જીવનના આ પાયા પર, જીવન તારું તું તો ઘડજે
ભાવભરી તું ભક્તિ કરજે, શુષ્ક ભક્તિ કામ નહિ આવે
ભક્તિ, જ્ઞાન ને કર્મોનો, જીવનમાં તું એનો સંગમ કરજે
આ ત્રિવેણીસંગમમાં, જીવનમાં નિત્ય સ્નાન તું કરજે
આ પુણ્યસરિતામાં સ્નાન કરી, નિત્ય તું પાવન થાજે
શુદ્ધ ભક્તિ જ્ઞાન ધરશે, શુદ્ધ જ્ઞાન તો ભક્તિમાં પરિણમશે
શુદ્ધ કર્મો જ્ઞાન ને ભક્તિ દેશે, એકબીજા, એકબીજાનો આધાર બનશે
વિશુદ્ધ ભાવ ત્રણેમાં જોશે, એના વિના બધું અધૂરું રહેશે
ત્રણે વિશુદ્ધ થાતા, મન, વિચાર, બુદ્ધિ વિશુદ્ધ બનશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)