સમય સમય પર બધું થાતું રહેશે, સમય ના કોઈથી રોકાશે
પ્રભાત થાતાં સૂર્યનું આગમન થાશે, સાંજ ઢળતા એ તો ઢળી જાશે
બાળપણ વીતી જુવાની આવશે, ઘડપણ ત્યાં દોડી આવશે
નાના છોડમાંથી વૃક્ષ મોટું થાશે, ફળફૂલથી તો એ લચી જાશે
આજના બાળ માતપિતા થાશે, ક્રમ સદા આ ચાલુ રહેશે
ક્રમ યુગોથી ના આ બદલાયો, ક્રમ સદા આ ચાલતો રહેશે
આજ તો છે વીત્યાનું ભવિષ્ય, આજ તો ભવિષ્ય ઘડી જાશે
જીવન જીવવું છે આજમાં, આજ તારી તું સુધારી લેજે
આવ્યું જગમાં જે-જે, સમય થાતા જગમાંથી વિદાય લેશે
જોજે તું જીવનમાં એટલું, સુવાસ તારી ફેલાવી જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)