કોને ગણું હું મારા, કોને ગણું પરાયા
છે સહુ સ્વાર્થના રે પૂતળા, છે સ્વાર્થથી તો બંધાયા - કોને...
નાચી નાચ સદા સ્વાર્થમાં, થાક્યા ને ખૂબ થકવ્યા - કોને...
સ્વાર્થે રહ્યા પોતાના, ટકરાતા બન્યા એ પરાયા - કોને...
સ્વાર્થે વહાલ ઉભરાતા, નહિતર અખાડા નજરના ચલાવ્યા - કોને...
સમજાયા ના સાચા કે ખોટા, લિબાશ રહ્યા સદા બદલતા - કોને...
મુલાકાતે રહે ખૂબ મીઠા, અંતરમાં વળ બીજા લેવાતા - કોને...
મળ્યા મોકા જ્યારે જેને, ઘા કરતા, ના અચકાતા - કોને...
કરી ભૂલો જીવનમાં ઘણી, પ્રભુએ ના મને તરછોડ્યા - કોને...
તું જ રહ્યો સદા પ્રભુ મારો, સર્વ સંજોગોમાં સાથ દીધા - કોને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)