અનંત યાત્રામાંથી, આતમ અનેક બીજનો બોજ તો લાવ્યો છે
અદીઠ એ બોજનો બોજ તો ના દેખાયે રે
અનેક જનમના સંસ્કારના બીજ, સાથે ને સાથે લાવ્યો છે
લાવ્યો બીજ જેવા જે સાથે, જળ મળતાં સંજોગનું, એ ફૂટે છે
રહી જવાયે અચંબામાં, ક્યાંથી, કેમ ને ક્યારે એ આવ્યા છે
ના સમજાશે કારણ એના, ગોતવા તો એને, તો બહુ ઊંડા છે
જનમ જનમના બીજ સંસ્કારના, ઊંડા ને ઊંડા તો પડયા છે
ભક્તિ, જ્ઞાનની જ્યોત જગાવજે એવી, બાળવા એજ સમર્થ છે
જગમાં ચિંતા કરનારો એક છે, તારી ચિંતા સદા પ્રભુ કરે છે
શરણું સાચું સાધતા પ્રભુનું, જોર ના એના ચાલ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)