બન્યું બનાવ્યું જીવનમાં બગડી જ્યારે જાય
હશે દોષ કાં એ તકદીરનો, કાં રહ્યો હશે એ ગફલતમાં
જીવન વાટે ચાલતા, ચાલતા જ્યારે જે થાકી જાય
કાં શક્તિ એની ખૂટી હશે, કાં હશે ડૂબ્યો એ નિરાશામાં
માગ્યો સાથ મળે જીવનમાં, નથી કાંઈ એ ઉદારતા
તારા ગુપ્ત કર્મોનો, ઉદય થયો ત્યારે તું જાણ
તણાતા તણાતા તૂટી જાયે, ના એટલું તું તાણ
જો જાય એ તૂટી, કાં તાણ્યું હશે ઝાઝું, કાં સમજણનો હશે અભાવ
કામ જ્યાં અટકી જાયે, આગળ વધે ના જરાય
કાં પીડાતો હશે એ કર્મથી, કાં ના કર્યો હશે મક્કમ નિર્ધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)