જન્મીને લે જગમાંથી વિદાય તો માનવ, ઘડિયાળની ટક ટક તો ચાલે છે
આમ કર ને તેમ કર, બાળપણમાં વડીલોની ટક ટક તો ચાલે છે
આ લખ ને તે લખ નિશાળમાં, શિક્ષકની ટક ટક તો ચાલે છે
આમ નહીં ને તેમ નહીં, ઘરમાં, બૈરાની ટક ટક તો ચાલે છે
જાય જ્યાં માનવ કામ ઉપર, માલિકની ટક ટક તો ચાલે છે
થાયે માનવ ઘરડો જ્યાં, ખુદ તો ટક ટક કરવા લાગે છે
ભાગી ભાગી પકડો ગાડી જ્યાં, મુસાફરોની ટક ટક તો ચાલે છે
રસ્તે ચાલો જ્યાં, આમ ચાલો તેમ ચાલો, પોલીસની ટક ટક તો ચાલે છે
સંભળાય હૈયાની ટક ટક જ્યાં, ધરમની ટક ટક તો ચાલે છે
હોય આટલું અધૂરું, આ સાચું કે તે સાચું, હૈયાની ટક ટક ચાલે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)