કોઈ પથ્થર મળે રે સફેદ, મળે રે કોઈ તો કાળા
મળે કોઈ તો જગમાં વિવિધ રંગોથી રંગાયેલા
કોઈ મળે નાના મોટા, મળે કોઈ ગોળ કે અણિયાળા
કોઈ તો ઘાએ તૂટનારા, મળે તો કોઈ ઘા ઝીલનારા
કોઈ તો ઘડાઈ બન્યા, મહેલોને શણગારનારા
ઘડાઈને ઘાટ બન્યા, કોઈ તો મંદિરે પૂજાનારા
કોઈના તો કરાયા જ્યાં ઘા, બન્યા માથા ફોડનારા
કોઈ તો પીગળી, બની શીલાજીત, બન્યા શક્તિ દેનારા
મળશે માનવ તો જીવનમાં, આવા વિવિધ પથ્થરો જેવા
કોઈ પૂજાશે, કોઈ તૂટશે, કોઈ ફેંકાશે, કોઈ શાંતિ દેનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)