કોઈ પૂર્વજન્મના મેળના રે, છે નોખનોખા રે ઇતિહાસ
કોઈ ધનથી, કોઈ મનથી, તો કોઈ તનથી જોડાયા છે આજ
કોઈ અજાણ્યા ખૂણેથી આવી મળે, નિભાવે જનમનો સાથ
રોજ સાથે વસતામાં ભી, કોષોનું અંતર તો દેખાય
કોઈને એક વખત મળતાં, જનમજનમની પ્રીત જાગી જાય
કોઈ સાથે આવી એવા મળે, પાછા ફરી ના મળે, એવું થાય
કોઈ અજાણ્યા કાજે ત્યાગ કરવા, હૈયું ઊભરાય જાય
કોઈ વિનવી વિનવી થાકે, અસર હૈયામાં તોય ન થાય
કોઈ પાસે આવતા, હૈયે તો અણગમાં ઊભા થાય
કોઈ જીવનમાંથી જાતા, તો જીવન ખાલી લાગી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)