ગમ્યું છે પ્રભુને તો જગતમાં સદા છુપાવાનું
રહ્યા છુપાઈ જગતમાં એ તો કણ કણ ને અણુ અણુમાં
થયા રાજી એ તો જ્યારે, ગોત્યા તો જ્યારે એને રે જેણે
રહ્યા છુપાઈ એ તો, જ્ઞાનમાં, ભક્તિમાં ને સેવામાં - થયા...
છુપાયા એ તો વિરાટ વિશ્વમાં, ને સદા સર્વના હૈયામાં - થયા...
દઈ ઝાંખી કંઈકને તો જગમાં, છોડે આમ એ તો કંઈકને - થયા...
ખરા દિલથી ચાહે રે જ્યાં, આવી દીધા દર્શન એણે ત્યારે - થયા...
રહ્યા ભલે છુપાઈ જગમાં, હટાવી ના દૃષ્ટિ એણે કોઈ પરથી - થયા...
આવી રંગમાં ખેલ્યા ખેલ, જગમાં એ તો કંઈક સાથે - થયા...
થયો અફસોસ તો એને, આળસમાં ના ગોત્યા એને જ્યારે - થયા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)