હૈયાના હેતના અમીરસ પીવા રે, હરિ હેતથી વહેલા દોડી દોડી આવશે
પાયા ભક્તોએ પ્રભુને તો પ્રેમથી, મળે જ્યાં-જ્યાં, ત્યાં હરિ દોડી જાશે
પીવા ને પામવા, મીઠા અમીરસ એવા રે, સદા હરિ રાહ એની તો જોશે
મળતા ને પામતા અમીરસ એવા રે, હરિ હેતેથી નાચી, એને તો પીશે
મેળવતા એવા મીઠા અમીરસ રે, હરિ હૈયેથી તો રાજી ને રાજી તો થાશે
રાહ જોતા તો ઊભા છે એની હરિ રે, પીવા એવા અમીરસ તો હોંશે હોંશે
થાયે સંતોષ તો પ્રભુને એનાથી રે, ભાન ત્યાં એ તો ભૂલી જાશે
અંતરમાં આવી જ્યાં એ તો વસશે રે, ના અંતર એ તો રહેવા દેશે
છે એકતાની આ તો નિશાની રે, ના કાંઈ બાકી એમાં તો રહેશે
લેવું નથી કાંઈ, દેવા છે પ્રભુને ભાવો, ભાવના ભૂખ્યા તો પ્રભુ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)