ડૂબ્યું હૈયું રે મારું સંતોષમાં જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
આનંદ, આનંદ, આનંદ, આનંદ, આનંદ, આનંદ
મળી માન અપમાનમાં, જીવનમાં સમતા તો જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
ખૂલતાંને ખૂલતાં રહ્યાં દ્વાર જ્ઞાનના જીવનમાં જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
બંધ થઈ ગઈ સતાવતી ઇચ્છાઓ જીવનમાં તો જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
લોભલાલચ બની ગયા દાસ જીવનમાં તો જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
સમજશક્તિની વિસ્તરતી સીમાઓ જીવનમાં તો જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
દુઃખ દર્દના રે ડંખ, કરી ના શક્યા વિચલિત જીવનમાં જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
નજરેનજરમાં મળ્યા અણસાર પ્રભુના સ્વરૂપોના જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
મનના રે ઘોડા થાતા ગયા શાંત જીવનમાં રે જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
ક્રોધ, વેર, ઇચ્છાઓની ધારા, ગઈ સુકાઈ જીવનમાં રે જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
પ્રભુ ભક્તિના ભાવો લેવા લાગ્યા હિલોળા હૈયાંમાં રે જ્યાં, બસ મળ્યો જીવનમાં રે ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)