‘મા’ તું કરે છે બોલિંગ જુદી જુદી, ના જાણી શકું દિશા રે એની
થઈ જાઉં છું એમાં હું તો ક્લીન બોલ્ડ (2)
કદી ફેંકે તું સ્લો, કદી ફેંકે ફાસ્ટ, ના પકડી શકું ગતિ એની - થઈ ...
ફેંકે તું માયાના ગુગલી બોલ એવા, ના સમજી શકું હું એને - થઈ...
કદી લગાવું ફટકો એવો, મળશે જાણે રે સીકસર - થઈ...
આવી ક્યાંથી, પકડી લે છે રે તું તો એને - થઈ...
કદી જોતો રહી જાઉં છું એવો, બોલ પહોંચી જાય સ્ટંપમાં સીધો - થઈ...
કદી બોલ પેડને લાગે, કરી આંગળી ઊંચી, એલ બી ડબલ્યું ડિકલેર કરે - થઈ...
કદી ફેંકે બોલ એવો તોફાની ગતિએ, ઉડાવી દે સ્ટંપ તો મારો - થઈ...
છે તું તો ઓલરાઉન્ડર રે ‘મા’, પણ છું હું તો ઢબ્બુનો ઢ - થઈ...
રમુ ઝાઝું, રમુ થોડું, પણ સ્કોર રહે મારો તો ઝીરો ને ઝીરો - થઈ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)