હોય બધું એટલું જો વાપરી નાંખશું, ઉમેરો ના જો એમાં રે કરશો
બનશો એક દિવસ તમે તો ઠનઠન ગોપાલ (2)
પુણ્ય ભી રહેશે જો વપરાતું, નવું ઉમેરાશે ના બીજું એમાં જરાય
મેળવતા પુણ્ય દમ આવશે નાકે, ના લાગશે વપરાતા વાર
પડશે જરૂર ક્યાં અને કેટલી, નથી એની તો ખુદને જાણ
છે આયુષ્ય તારું જગમાં રે કેટલું, રહેશે વપરાતું એ તો સદાય
ઉદય ને અસ્ત છે નિયમ જગનો, નજરમાં આ તો રાખ
થાયે ઉદય પુણ્યનો, લાગશે સારું, છે અસ્ત એનો પણ જાણ
હશે ભેગું જેટલું, ઉદય અસ્તમાં સમય રહેશે, ના એ બદલાય
હશે ખાલી તું જેમાં, થાશે ઉદય એનો, સમય થયો એનો જાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)