થાયે કેમ કરીને એનો રે ઉદ્ધાર, શ્વાસે-શ્વાસે તો જેના નિઃશ્વાસ બોલે છે
રાખવો કેમ કરીને એનાં શબ્દોમાં વિશ્વાસ, શબ્દે-શબ્દે જૂઠના રણકાર ઊઠે છે
લૂંછી કેમ કરી શકશો આંસુ એના, પળે-પળે આંખથી જેના તો આંસુ વહે છે
મળશે એને, ક્યાંથી રે પ્રકાશ હૈયાના, દ્વાર જીવનમાં જેણે બંધ કર્યા છે
મળે જીવનમાં શાંતિ ક્યાંથી એને હૈયે, ઇચ્છાના દ્વાર જેણે ખુલ્લાં રાખ્યા છે
છિપાશે તૃષા એની તો ક્યાંથી રે, મૃગજળ પાછળ તો જે દોડતા રહ્યા છે
ધરી શકશે ક્યાંથી એ તો ધ્યાન, ધ્યાનમાં તો જે, સદા બેધ્યાન રહ્યા છે
તારી શકશે અન્યને એ તો ક્યાંથી, જે તો સદા જીવનમાં ડૂબતા રહ્યા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)