કોઈ શૂન્યમાંથી તો સૃષ્ટિ સર્જે, કોઈ સર્જેલાને શૂન્યામાં ફેરવે
કરશે જેવું, જેવી જેની પ્રકૃતિ, ને જેવો જેનો રે સ્વભાવ
કોઈ પોતાનાને તો દૂર કરે, કોઈ દૂરનાને પણ પોતાના બનાવે - કરશે...
કોઈ ઉપાધિ તો કરતા ફરે, કોઈ ઉપાધિઓ તો હરે - કરશે...
કોઈનું હૈયું તો જલદી પીગળે, કોઈનું કઠણ ને કઠણ રહે - કરશે...
કોઈ તો દુઃખ ગજાવતા ફરે, કોઈ હસતા સહન કરતા રહે - કરશે...
કોઈને કોઈ ચીજમાં અભાવ નથી, કોઈને લાગે હરેકમાં અભાવ - કરશે...
કોઈ નર્કને ભી સ્વર્ગ બનાવે, કોઈ સ્વર્ગને ભી નર્કમાં તો ફેરવે - કરશે...
કોઈને તો જગ હૈયેથી માન દે, કોઈથી દૂર ભાગી જાય - કરશે...
અપનાવે છે પ્રભુ સહુને, છે એના તો આ પ્રકૃત્તિ ને સ્વભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)