ચોરીછૂપીથી, આવો છો સપનામાં મારાં, તમે રે માડી
પડશે દેવી શિક્ષા એની તો તમને રે ભારી (2)
બોલાવું છું, આવતા નથી તમે ત્યારે રે માડી
ચોરીછૂપીથી સપનમાં આવવાની રીત તમારી તો ન્યારી
આવી બોલો કંઈક એવું તમે તો માડી
છે સમજણ બહારની મારા, ભાષા એ તો તમારી
આવ્યા ભલે રે મારા સપનામાં તમે રે માડી
કરી દઈશ બંધ તમારી, નીકળવાની બધી રે બારી
જોઈ ને વાંચી લીધા છે ભાવો હૈયાનાં મારા રે માડી
રહ્યું ના છૂપું કંઈક તમારાથી, જાશે પકડાઈ ચોરી તો મારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)