જગમાં કોઈને, કોઈની તો પડી નથી (2)
સ્વાર્થ વિના, સગાઈ બીજી રહેતી નથી - રે જગમાં...
સાધવા સ્વાર્થ, લાગે ત્યારે એ લાખનો
સધાતા સ્વાર્થ, પછી એની કિંમત નથી - રે જગમાં ...
પ્રેમની વાતો ને ભ્રમમાં સહુ રહે
નિઃસ્વાર્થ પ્રેમની તો સમજ નથી - રે જગમાં ...
મૂંઝવણમાં અપેક્ષા અન્યની બહુ જાગે
થાતાં દૂર મૂંઝવણ, કોઈને કોઈની પડી નથી - રે જગમાં ...
રહ્યા રચ્યાપચ્યા પોતપોતામાં, બીજાં કોઈ દેખાતા નથી
આવતા ઉપાધિ શોધે બીજાને, એના વિના કિંમત થાતી નથી - રે જગમાં ...
કરે સંકલ્પ દિનમાં કંઈકવાર, સ્વાર્થ વિના ટકતા નથી
રાખે પ્રભુને નજર સામે આ દૃષ્ટિએ, દૃષ્ટિમાં સ્વાર્થ વિના બીજું કાંઈ નથી - રે જગમાં ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)