પોકાર ઊઠયા લોભના જ્યાં હૈયામાં, સમજી લો, જાગી ગઈ ખરાબી હૈયામાં
સળવળી ઊઠી વાસના જ્યાં નજરમાં, સમજી લો, આવી ગઈ ખરાબી નજરમાં
જાગે અતૂટ વેરના ભાવ જ્યાં મનમાં, સમજી લો, જાગી ગઈ ખરાબી મનમાં
થઈ ગઈ ઊભી તો શંકા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગઈ ખરાબી શ્રદ્ધામાં
કર્યો ઈર્ષ્યાએ વાસ તો જ્યાં હૈયામાં, સમજી લો, સળગી ગઈ વાડી જીવનની
અવગુણના પ્યાલા પીવાતા ગયા, સમજી લો, ચડતા ગયા પગથિયાં પાપના
જ્યાં ભયના વાદળ છવાયા તો હૈયામાં, સમજી લો, થયા દ્વાર બંધ તો પ્રગતિના
પીવાતા ગયા ઘૂંટડા ધીરજના તો હૈયામાં, સમજી લો, થયા દ્વાર ખુલ્લા તો જીતના
પ્રવેશી ગઈ સંકુચિતતા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગઈ બાધા અપનાવવામાં
જાગી ગયા ભાવ ને શ્રદ્ધા જ્યાં હૈયામાં, સમજી લો, આવી ગયા પ્રભુ તો નજરમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)