કોઈ આવતું જાય, કોઈ જાતું જાય, સમય સમય પર તો બધું થાતું જાય
સુખ ભી આવતું, દુઃખ ભી જાતું જાય, નિર્માણ થયું એમ એ થાતું જાય
જગમાં એક આવતું જાય, બીજું વિદાય થાય, સમય થાતાં પૂરો ના રોકાય
રાત્રિએ તો તારા ચમકી જાય, દિવસે તો તારા ના દેખાય
ચોમાસામાં વરસાદ વરસી જાય, ઉનાળે તો સૂર્ય ખૂબ તપતો જાય
બાળપણ વીતે ને જુવાન થાય, સમય થાતાં ધરતીમાં પોઢી જાય
કદી ભરતી તો કદી ઓટ, સમય થાતાં સાગરમાં આવતી જાય
પાપ ને પુણ્યનું ફળ મળતું જાય, સમય સમય પર તો, બધું થાતું જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)