વિચારો ને વિચારો બસ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે
કદી તો મેળ મળે રે એના, કદી તો મેળ એના તો મળતાં નથી
અટકતી નથી ધારા તો એની, એ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે
કદી આવે તો ખુદના, કદી અન્યના, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે
ના અંતરાય છે એને તો કોઈનો, ના રૂકાવટ છે એને અન્ય કોઈની
કદી કરશે એ કોના, કદી કરશે કેવા, ના કદી એ તો કહી શકાશે
ખેંચી જાશે એ ક્યાં ને ક્યારે, ના એ તો સમજી શકાશે
થાશે શરૂ એ વહેતા, વહેતા એ જાશે, ના સમજાશે ક્યાં ને ક્યારે બદલાશે
કદી ઉત્તંગ શિખરે પહોંચાડે, કદી ઊંડી ખીણમાં એ તો ધકેલે
મન જ્યાં વિચાર કરતું થયું પ્રભુનું, જીવનધારા ત્યાં તો બદલાઈ જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)