છે મુક્તિના દ્વારની ચાવી તો તારી રે, તારા હૈયામાં
પડશે ખોળવી તો એને રે, ઊંડા ઊતરીને તો તારા હૈયામાં
લાગશે તારા તાળા ને તારી જ ચાવી, છે એ તો તારા હૈયામાં
લોભ મોહે દીધી છે એને રે દબાવી, દબાવી દીધી છે હૈયામાં
ગઈ છે ઊંડે ને ઊંડે તો એ ઊતરતી, તારા ને તારા હૈયામાં
ના કામ લાગશે બીજી કોઈ ચાવી રે, શોધજે એને તારા હૈયામાં
કાટ ખાઈ પડી હશે રે એ તો, તારા ને તારા જ હૈયામાં
કરવા ઉપયોગ એ તો, પડશે કરવી સાફ તારા હૈયામાં
મળી જાશે જ્યાં ચાવી હૈયામાં, થાશે અનુભવ મુક્તિનો હૈયામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)