નથી નસીબમાં જે તારા, મળ્યું ના જીવનમાં એ તને તો તારા
રાખ્યો વંચિત પ્રભુએ તને તો, એનાથી જીવનમાં તો તારા
અફસોસ કરે છે એમાં તો તું શાને, અફસોસ કરે છે તું શાને
પૂરા પુરુષાર્થ વિના, રાખી આશાઓ જીવનમાં તેં શાને રે તારા
તૂટયા જીવનમાં, તારી આંખ સામે, જ્યાં તારી આશાઓના મિનારા
પ્રેમમાં હતું ના શું જોશ પૂરું તારું, રહ્યો વંચિત પ્રભુના દર્શનથી
કરી ના શક્યો, હતું તો જે તારે જીવનમાં તો કરવાનું ત્યારે
દુઃખીને દુઃખી થાતો રહ્યો, જીવનમાં તો તું તારા કર્મથી જ્યારે
સુધાર્યા ના કર્મો જીવનમાં તેં તો જ્યારે, દુઃખમાં ડૂબ્યો તું ત્યારે
પુરુષાર્થ વિના ખૂલશે ના દ્વાર ભાગ્યના, ભૂલ્યો જીવનમાં તું એ શાને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)