સાગરમાં તો બિંદુ સમાયે, એ તો જોયું ને જાણ્યું છે
બિંદુમાં તો છે સાગર સમાયો, એ તો આજે અનુભવવું છે
અનંતમાં તો છે અંત સમાયો, એ તો મેં જાણ્યું છે
અંતથી તો અનંતને આજે મારે તો પામવું છે
સ્થિરતામાં છે અસ્થિરતા સમાઈ, એ તો મેં જાણ્યું છે
અસ્થિરતાથી આજે સ્થિરતાને પામવા, આજે હું નીકળ્યો છું
અસીમને તો કોઈ સીમા નથી, એ તો મેં જાણ્યું છે
સીમાથી બંધાઈને, અસીમને પામવા આજે હું નીકળ્યો છું
દૃષ્ટિમાં તો પ્રભુ આવે નહિ, એ તો મેં જાણ્યું છે
દૃષ્ટિમાં તો આજે મારે, પ્રભુને તો સમાવવા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)