રહ્યું છે શું વીતી હૈયા પર મારા, એ તો મારું હૈયું જાણે, બીજા શું જાણે
હૈયાહીન નથી તું રે માતા, બધું એ તો તું તો જાણે
પડે છે કરવી કોશિશો ઘણી, છુપાવવા હૈયું તો જગથી ઘણું
સફળતા મળે ના કદી, કરીયે કોશિશ છુપાવવા તુજથી અમારું હૈયું
જાગે ને જાગી જાયે ભાવો હૈયામાં, રહે ના તુજથી એ તો અજાણ્યું
ભલે જગ એ જાણે ન જાણે, પણ માડી, તું તો એ બધુંયે જાણે
રાખ્યા ખોટા ભાવો તો જગથી છુપા, ઠગાયો સદાયે એમાં હું
ઠગી ના શકાય તને માડી કદી, ઠગાતી નથી કદીયે તું
દેતી આવે રે જગામાં સહુને રે માડી, સમય સમય પર તું
વિચલિત કેમ બન્યો એમાં હું, જાણવા છતાં માડી આ બધું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)