તમાશાને તો તેડું હોતું નથી, ગરજવાનને અક્કલ હોતી નથી
તારા સ્વભાવને તમાશો ના બનાવજે, ના બનાવજે સ્વાર્થને ગરજ
સમયનો દોર તો દેખાતો નથી, બાંધ જીવનને તો તું સંયમને દોર
પ્રેમના દોર તો દેખાતા નથી, પ્રભુ તોય બંધાયા સદા પ્રેમને દોર
અહંનો ભાર તો દેખાતો નથી, તોય ડૂબ્યાં છે અહંમાં તો સહુ
તનના ઘા તો દેખાઈ આવે, ઘા ભાગ્યના તો દેખાતા નથી
જ્ઞાન તો છુપાયું છે મગજમાં, રંગ મગજનો તો જુદો હોતો નથી
કાળની મૂડી હોય પાસે ભલે પૂરી, કાળ કાંઈ જુદો તો હોતો નથી
અજવાળે તે તો પ્રકાશ છે, પ્રકાશ કાંઈ જુદો હોતો નથી
પ્રભુ તો જગમાં એક જ છે, પ્રભુ તો કાંઈ જુદો હોતો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)