નથી કાંઈ એમાં તો ચાલવાનું, નથી કાંઈ એમાં કોઈનું ચાલવાનું
ઊગ્યો સૂરજ જગમાં તો જ્યાં, અંધકારનું એમાં તો નથી કાંઈ ચાલવાનું
થાયે છે ને થાતું રહ્યું છે જ્યાં પ્રભુનું ધાર્યું,નથી કાંઈ એમાં કોઈનું ચાલવાનું
છે પ્રભુનો પ્યાર એવો રે જગમાં, એના પ્યારની સામે, નથી કોઈનું કાંઈ ચાલવાનું
રહ્યું જીવનમાં તો જે જે અધૂરું, પૂરું કર્યા વિના, એમાં નથી કાંઈ ચાલવાનું
પુરુષાર્થમાં પડશે જે જે કરવાનું, પડશે એ કરવાનું, કર્યા વિના એ નથી કાંઈ ચાલવાનું
પકડી રાહ તો જ્યાં ભક્તિની, હૈયાંમાં ભાવ વિના, નથી એમાં કાંઈ ચાલવાનું
કરવા છે દર્શન પ્રભુના જ્યાં જીવનમાં, પ્રભુપ્રેમ વિના, નથી એમાં કાંઈ ચાલવાનું
દુઃખ દર્દ તો છે અંગ જીવનનું, રડવાથી એમાં, નથી કાંઈ એમાં તો ચાલવાનું
વધવું છે જીવનમાં જ્યાં આગળ, ધીરજ અને શહનશીલતા વિના નથી ચાલવાનું
પ્રગટી સાચી સમજશક્તિ જીવનમાં જ્યાં, અજ્ઞાનનું ત્યાં, નથી કાંઈ ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)