પૂછશે કણ-કણ જીવનમાં, તને તો તારા તો એકવાર
કર્યું શું તેં આવીને જગમાં, ધરીને માનવ અવતાર
માગશે શ્વાસોશ્વાસ રે તારા, જીવનમાં એનો રે હિસાબ
કર્યા સાર્થક શ્વાસ કેટલાં રે જીવનમાં, પૂછશે એ એકવાર
પળેપળ ભી તારી, માગશે તારી પાસે એનો રે હિસાબ
ખર્ચી પળ અન્ય કાજે તેં કેટલી, પૂછશે તને એ એકવાર
મળી છે બુદ્ધિ જીવનમાં તો તને, જાગશે તને આ તો વિચાર
જાગ્યા કેટલાં ને મૂક્યાં આચરણમાં કેટલાં તેં તો સદ્દવિચાર
માને છે તને રે તું, રહ્યો છે જીવનમાં રે જ્યાં તું હોશિયાર
કરી છે તૈયારી તે કેટલી, છે કેટલો હસતા-હસતા આવકારવા મૃત્યુને તૈયાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)