છે તું તો કરુણાની મૂર્તિ તો મારી રે માડી
કરવા વખાણ તારા શબ્દોમાં રહે છે ખામી
વહેતો રહે છે કરુણાનો સાગર, તારો રે માડી
ઝીલવા તો એને છે માડી, મારામાં ખામી
રહી છે સદા નીરખતી અમને તો કરુણાથી
આવી નથી તારી કરુણામાં તો કદીયે ખામી
લાયક છીએ કે નથી, બાધા એની તેં તો ન રાખી
નવરાવ્યા સહુને, ખામી ના રાખી
જોઈ ના જાત કે પાત અમારી તેં તો માડી
નવરાવ્યા એમાં તેં તો અમને, બાળ જાણી
જોયું ના, છીએ અમે ચોખ્ખા કે મેલા રે માડી
નવરાવ્યા તેં તો કરુણામાં સદા કરુણા વરસાવી
ભેદ તેં તો ના રાખ્યા, હોય જ્ઞાની, ભક્ત કે ત્યાગી
વરસાવી કરુણા સહુ પર એકસરખી
ભક્તોના ભાવમાં, જ્ઞાનીના જ્ઞાનમાં, ધ્યાનીના ધ્યાનમાં તું આવી
કરુણાનો સાગર રહી છલકાવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)