નિહાળવા જગમાં તને રે પ્રભુ, દ્યો નયનો એવાં રે અમને
ઝીલવાને ધડકન જગમાં ધડકન તો તારી, દ્યો હૈયું એવું રે અમને
કરવાને ગુણગાન સદાયે તો તારા, દ્યો જિહવા એવી તો અમને
કરવા સત્કર્મો તો જગમાં સદાયે, દ્યો બુદ્ધિ એવી તો અમને
ભરવી છે યાદો શ્વાસોમાં તમારી, દ્યો શ્વાસો એવા તો અમને
સદ્દભાવોમાં સદા સ્થિર તો રહેવા, દ્યો મનડું સ્થિર એવું રે અમને
તારા જગને ને તને સમજવા, દ્યો સાચી સમજણ શક્તિ અમને
પ્રાર્થનાને ફલિત કરવા સદા, દ્યો શ્રદ્ધા એવી તો અમને
કુભાવોને સદા હૈયેથી દૂર રાખવા, દ્યો શક્તિ એવી તો અમને
તારા ચરણમાં પહોંચવાને રે પ્રભુ, દ્યો માર્ગદર્શન તમારું તો અમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)