સરનામું પ્રભુને કોઈ દેશો ના, સરનામું પ્રભુને કોઈ દેશો ના
સૂતા છે એ તો શેષશૈયા પર, એમાંથી કોઈ એને જગાડશો ના
સુખનો ડુંગર બાજુમાં એ તો, પોઢયા છે એ તો શેષશૈયા પર
ઊંડા સાગરે શેષશૈયા પર, યોગનિંદ્રામાં લીન બની પોઢયા છે એતો - સૂતા...
સુખના ડુંગરમાંથી ખોદી સુખ, માનવ સહુ જગમાં લઈ ગયા
દુઃખનો ડુંગર ખડકી પ્રભુ પાસે, ડુંગર સુખનો ખાલી કરી ગયા - સૂતા...
દેશો સરનામું તમારું જ્યાં પ્રભુને, ચડશે હાથ જાગતા, એ તો પ્રભુને
દુઃખના ડુંગરમાંથી લઈ ભરીને, આવશે દેવા દોડી એ તો તમને - સૂતા...
સુખના ડુંગર તો જ્યાં ખાલી થાશે, ડુંગર નવા ઊભા કરવા પડશે
જાય છે દુઃખ સહુ છોડી પ્રભુ પાસે, લાવ્યા છે એ તો સંગાથે - સૂતા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)