એકલતા તો જ્યાં હૈયામાં ચૂભવા લાગે રે
સથવારાના સાથ તો, જગમાં સહુ કોઈ ઝંખે છે
જનમથી તે મરણ સુધી, સાથ મેળવતા રહે ને ગોતતા ફરે
શોધ્યા સાથ તો કોઈએ જ્ઞાનમાં, જ્ઞાનમાં એ તો રત રહે
લીધા સાથ કોઈએ ભક્તિ તણા, ભક્તિમાં એ લીન બને
કોઈએ શોધ્યા સાથ સેવાના, સેવામાં જીવન તો એ વિતાવે
છે સફર તો લાંબી જીવનની, કોઈ ને કોઈનો તો સાથ શોધે
લીધા કોઈએ સદ્દગુણોના સાથ, સાથ એના જીવન સુધારે
મળ્યા સાથ જીવનમાં જ્યાં દુર્ગુણોના, ઉપાધિ એ તો લાવે
છે સાથ સાચો તો મનનો, મળે જો પૂરા, દર્શન પ્રભુના એ તો કરાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)