તને ભૂલવાનું રે માડી, હવે મને તો ભુલાવી દેજે
તારી યાદની યાદ રે માડી, હવે મને તો અપાવી દેજે
દીધાં છે કર તો તેં સુંદર રે માડી, કર્મો મારા સુંદર કરાવી દેજે
શોધું છું સાથ તારો રે માડી, સાથીદાર તારો મને તો બનાવી દેજે
માગું છું પ્યાર તારો રે માડી, હૈયું મારું પ્યારથી તો છલકાવી દેજે
ચાહું છું ભાવ તારો રે માડી, તારા ભાવમાં ડુબાવી મને તો દેજે
સીમા રહિત છે તું તો માડી, સીમા મેળાપની તો આંકી રે દેજે
નજરે ના ચડે જલદી તું તો માડી, નજરમાં મારી આવી તો જાજે
હેત ભૂખ્યું છે હૈયું મારું રે માડી, હૈયાના હેત તો તારા, વરસાવી દેજે
મૂંઝાતા તારા આ બાળને રે માડી, મૂંઝારા દૂર તો કરી દેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)