તેં જેને જોયા નથી, તું જેને તો મળ્યો નથી
પડશે પહોંચવું એક દિવસ, પાસે તો તારે એની
તું જેને જાણતો નથી, તું જેને સમજી શક્તો નથી - પડશે...
તું જે કરે છે, છે બધી શક્તિ તો એની, શક્તિ એની દેખાતી નથી - પડશે...
ગણશે ભલે તું એને જગમાં, વહાલાં કે તારા વેરી - પડશે...
કર્યું હશે સાચું કે ખોટું તો જગમાં, ઉઠાવી જગમાં, ભાર એનો - પડશે...
વિશ્વાસની માત્રા તારી, રાખશે એને પાસે કે દૂર તારી - પડશે...
સુખદુઃખનો દેનાર તો એ છે, શું તું એ જાણી શક્યો નથી - પડશે..
નજદીકમાં નજદીક તો એ છે, પાસે તોય તું પહોંચી શક્યો નથી - પડશે...
દઈ રહ્યો છે સાથ સદા તો તને, સાથ એનો તું સમજી શક્યો નથી - પડશે...
શું લાભ છે એને દૂર રાખવામાં તને, તું હજી પાસે પહોંચ્યો નથી - પડશે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)