અરે ઓ જાણનારા રે, બતાવો તો અમને, મળવું છે અમારે પ્રભુને
જોયા હોય જો તમે તો પ્રભુને, આપો અણસાર એનો તો અમને
સમજ્યા ને જાણ્યા હોય જો એને, સમજાવો જરા એ તો અમને
વસ્યા છે જગમાં એ દૂર શું, રહ્યા છે ત્યાંથી જોઈ શું આ જગને
પહોંચ્યા હોય જો એની પાસે તમે, દેજો પત્તો એનો તો અમને
કરે છે શું, ક્યાં છે એ, લઈ જવું શું પાસે એની, કહી દેજો જરા અમને
નથી આંખ સામે રાહ દેખાતી, નથી ભેદી શક્તી દૃષ્ટિ અમારી અંધારાને
મળ્યો હોય જો પ્રકાશ પ્રભુનો, અજવાળજો એનાથી અમારી રાહને
ચુકાયે ના રાહ જગમાં પ્રભુની, પકડી આંગળી ચલાવજો રાહે અમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)