અણુ-અણુમાં તો તારા ભર્યા છે, જ્યાં પ્રભુનાં તો ઉપકાર
ઋણ ચૂકવવા તો એના જરા, કર હવે તો એનો વિચાર
શ્વાસેશ્વાસમાં તો તારા, ભર્યા તો છે જ્યાં, એની શક્તિના સંચાર
ગોતતો ના ફર તું જગમાં, તારી અશક્તિના તો સ્વીકાર
નિરાકાર પ્રભુ પણ, બનતા રહ્યા છે, માનવ કાજે તો સાકાર
કરે છે માનવ કાજે પ્રભુ તો આટલું, ઋણ હવે એનું તો ઉતાર
ચલાવી લીધી છે ભૂલો તારી તો ઘણી, કર જરા ભૂલોનો તો સ્વીકાર
તારા કાજે તડપે છે હૈયું જ્યાં એનું, છે હૈયું તારા માટે બેકરાર
કર એના ઉપકારનો તો સ્વીકાર, કરી હૈયેથી એને તો નમસ્કાર
પહોંચે છે તેજ એના અણુએ અણુમાં, છે એ તેજના તો ભંડાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)